Check SIM cards are active in your name: તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો.
એક આધાર પર કેટલા સિમ લઇ શકો છો?
સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર, એક આધાર કાર્ડ પર કુલ 9 સિમ લઈ શકાય છે, પરંતુ આ તમામ સિમનો ઉપયોગ માત્ર એક જ ઓપરેટર કરી શકશે નહીં. તમે એક સમયે અધિકતમ 6 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમને ખબર નથી કે તમારા આધાર પર કેટલા સિમ એક્ટિવ છે, તો તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તેને સરળતાથી શોધી શકો છો.
તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અને કોણ વાપરી રહ્યું, અત્યારે જ ચેક કરો – SIM Card Rules
- તમારા નામ પર કેટલાં SIM Card ચાલુ છે ચેક કરવા માટે સૌપ્રથમ https://tafcop.dgtelecom.gov.in પોર્ટલ વેબસાઇટ ખોલો.
- ત્યાર બાદ ત્યાં આવેલ બોક્ષમાં મોબાઈલ નંબર અને OTP થી લોગ-ઈન કરો.
- હવે તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
- હવે ચેક કરી કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
- નંબર ને રિપોર્ટ કરવા માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
- ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
- હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
- આ રીતે તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ છે.
ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.
તમારા નામ પર જ કોઈ ખોટા SIM Card ચાલુ હોય તો તરત બંધ કરાવી દેવા જરૂરી છે.