Dr. Ambedkar Awas Yojana: આંબેડકર આવાસ યોજના 2024,કેટલી સહાય,ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને અરજી પ્રક્રિયા અને સમ્પુર્ણ વિગત જાણો.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આંબેડકર આવાસ યોજના 2024,કેટલી સહાય,ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને અરજી પ્રક્રિયા અને જિલ્લા મુજબ ક્યાં અરજી કરવાની હોઈ છે તેની સંપૂર્ણ માહિતી (Ambedkar Awas Yojana Form Pdf Download 2024)

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય મા જરૂરિયાતમંદ વ્યક્તિઓ સારું જીવન જીવી શકે તે માટે સરકાર ઘણા પ્રકાર ની સહાય અને યોજનાઓ દ્વારા મદદ આપે છે. જેમાં દ્વારા રાજ્ય નાં જે ગરીબ લોકો, અનુચુચિત જાતિ ના લોકો, આર્થિક પછાત વર્ગ ને મકાન બનાવવા માટે સરકાર સહાય આપે છે. આ સહાય ને આંબેડકર આવાસ યોજના કહેવાય છે.

આ સહાય માં સરકાર તરફ થી અતિ પછાત વર્ગ,અનુસૂચિત જાતિ , આર્થિક પછાત વર્ગ વગેરે જેવા પરિવારો ને સરકાર 1,20,000 રૂપિયા ની સહાય તેઓ ને મકાન બનાવવા માટે આપે છે.જેમાં અરજી કેમ કરવાની હોઈ છે. ડોક્યુમેન્ટ્સ ક્યાં જરૂર પડે છે અને સહાય કઈ રીતે આપવામાં આવે છે.જેની સંપૂર્ણ વિગતો આપડે આજ ની યોજના માં તમને જણાવીશું.

યોજનાનો હેતુ:-

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબ રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રુપે તબક્કાવાર આવાસો પુરા પાડવાનો છે. જે વ્યક્તિઓ પ્લોટ ધરાવતા હોય,તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું,કુબા ટાઇપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રુ,૧.૨૦.૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે, તે પૈકી પ્રથમ હપ્તો –રુ.૪૦.૦૦૦ (વહીવટી મંજુરીના હુકમ સાથે) બીજિ હપ્તો-રુ.૬૦.૦૦૦ (લિન્ટલ લેવલે પહોચ્યા બાદ) અને ત્રિજો હપ્તો –રુ.૨૦.૦૦૦ ( શૌચાલય સહિતનું બાંંધકામ પુર્ણ થયેથી) આપવમાં આવે છે.

Dr. Ambedkar Awas Yojana: આંબેડકર આવાસ યોજના

યોજનાનું નામડૉ. આંબેડકર આવાસ યોજના: Ambedkar Awas Yojana
લાભાર્થીઅનુસૂચિત જાતિના લોકો
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
મળવાપાત્ર સહાય₹1,20,000 રૂપિયા ની સહાય
સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર07923259061

આંબેડકર આવાસ યોજના માં કોણ લાભ લઈ શકે છે? 

આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા હોવી જોઈએ જે નીચે મુજબ છે:

  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકે.
  • અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી માં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે.
  • અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
  • જો લાભાર્થી એ અગાઉ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
  • જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.
  • આવાસ સહાય નો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસ નું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.

આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી

આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
  • બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે. 
  • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

નિયમો અને શરતો

  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
  • મકાનની સહાયની રકમ ₹.૧,૨૦,૦૦૦ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹.૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
  • આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના”એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
  • મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨.૭,૦૦,૦૦૦ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં
  • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ર૧ વર્ષ રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક (જે લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • स्व-घोषा पत्र(Self Declarition)
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો

Ambedkar Awas Yojana ની મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો 
હેલ્પલાઈન નંબર07923259061

Leave a Comment