ગુજરાતમાં હજારો રોજગારવાંચ્છુ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2024નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024માં કુલ 82 કેડરમાં ભરતી થશે. જાહેર સેવા આયોગ દ્વારા યાદીમાં જણાવાયું છે કે,ઉમેદવારોએ વધુ માહિતી માટે આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in જોવા અથવા આયોગના Twitter Handleને ફોલો કરવા અથવા આયોગની એન્ડ્રોઈડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન “GPSC (Official)” નો ઉપયોગ કરવો.
GPSC એ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું
- મમદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે
- ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે
- રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે
- વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે
- બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે
વધુ માહિતી માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર અથવા તો આયોગનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ આયોગ દ્વારા આપવામાં આવી છે.
GPSC ભરતી કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ઉમેદવારો માટે સૂચનાઓ
- જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક/મુખ્ય પરીક્ષાની/રૂબરૂ મુલાકાતની ઉપરોક્ત તારીખો સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતા વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં /વહીવટી કારણોસર કે કોઈપણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા રહેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી
- આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા (ઉપરોક્ત ટેબલના કોલમ નં.૩ માં દર્શાવેલ જગ્યાઓની સંખ્યા) સૂચિત (સંભવિત) છે. સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણાપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા વધઘટ સંભવ છે.
- ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી “OMR” આધારિત કે “કૉમ્પ્યુટરબેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ” (CBRT) રહેશે.
- દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરુ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે.