Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વ્યાજ દરમા કર્યો વધારો, અહીંથી સંપૂર્ણ માહિતી મેળવો

Sukanya Samriddhi Yojana: 1 જાન્યુઆરી 2024 ના રોજથી સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. પહેલા આ સ્કીમમાં રોકાણ કરવા પર 8 ટકા વ્યાજ મળતું હતું અને હવેથી આ યોજનામાં રોકાણ કરવા પર 8.20 ટકા વ્યાજ તમને મળશે. જાણો સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) વિશે સંપૂર્ણ માહિતી અહિયાથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય – Sukanya Samriddhi Yojana

જો તમારે ઘરે દીકરી છે અને તમે તેના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે વિચારી રહ્યા છો તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે ખાતું ખોલાવી શકો છો. આ સરકારી યોજના દ્વારા તમે તમારી દીકરી માટે લાખો રૂપિયાનું ફંડ સરળતાથી તૈયાર કરી શકો છો. આજે આપણે આ જ સરકારી યોજના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવવાના છીએ.

Sukanya Samriddhi Yojana દીકરીઓના નામે એક યોજના છે જે ઓછી બચત સાથે વધુ વળતર મેળવવાની તક આપે છે. જો દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેનું ખાતું બેંક કે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. આ સ્કીમ હેઠળ તમે તમારી પુત્રીને ભેટ તરીકે આપી શકો છો. દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ ખર્ચ કે લગ્ન માટે પૈસાનું ટેન્શન નહીં રહે. બાદમાં જ્યારે પુત્રી મોટી થાય અને કમાવાનું શરૂ કરે ત્યારે તે આ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. જો તમે નવા વર્ષ પર તમારી પુત્રીને ભેટ આપવા માંગો છો તો સુકન્યા સમૃદ્ધિ યોજના શ્રેષ્ઠ યોજના હોઈ શકે છે.

જાણો શું છે યોજના

આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં ‘બેટી બચાવો-બેટી ભણાવો’ અભિયાન હેઠળ શરૂ કરી હતી. જો તમે અન્ય નાની અને મોટી બચત યોજનાઓ પર નજર નાખો તો તમને આ દરે વળતર નહીં મળે. રૂપિયા 250 પ્રતિ વર્ષ જે ન્યૂનતમ મર્યાદા છે. એટલે કે, તમે ઓછામાં ઓછા રૂ.250 જમા કરાવી શકો છો. મહત્તમ થાપણપર રૂ. 1.5 લાખની છૂટ છે. ખાસ વાત એ છે કે જે પિતા પોતાની દીકરીના નામે પૈસા જમા કરાવે છે તેને સરકાર તરફથી ટેક્સમાં છૂટનો લાભ આપવામાં આવે છે. મતલબ કે એક તરફ દીકરીનું ભવિષ્ય સુરક્ષિત છે અને બીજી તરફ પિતાને બચત કરવાની સુવિધા મળે છે.

Sukanya Samriddhi Yojana ના ફાયદા

સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana) 21 વર્ષે પાકતી હોય છે. આ યોજનામાં તમારે શરૂઆતના 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતુ તેમના માતા પિતાના નામ પર ખુલે છે.

તમારા પરિવારમાં દિકરીના જન્મના પહેલા 10 વર્ષમાં જ દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું દીકરીના નામે જ ખોલાવી શકાય છે. એક જ ઘરમાં વધુમાં વધુ 2 દીકરીના નામે જ આ ખાતું ખોલાવી શકાય છે. અપવાદરૂપ કિસ્સાઓમાં જ કેટલીક છૂટ આપવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana)માં રૂપિયા 250 જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે.

ખાતું ખોલાવ્યા પછી તમારે 15 વર્ષ સુધી ખાતામાં પૈસા જમા કરાવતા રહેવું જરૂરી છે. ખાતું ખોલાવ્યા પછી 21 વર્ષે આ યોજનાની મુદ્દત પૂરી થાય છે અને ખાતેદારને જમા કરેલ પૈસા લાભ સાથે પાછા મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસ કે સરકારી અથવા તો કોમર્શિયલ બેંકમાં આ ખાતું ખોલાવી શકો છો.

  • જો તમે દર મહિને એક હજાર રૂપિયા જમા કરાવો છો તો પાકતી મુદ્દતે તમને પાંચ લાખ રૂપિયા જેટલું મળે છે.
  • તમે દર મહિને 12,500 રૂપિયા ભરો છો 15 વર્ષ સુધી સળંગ તો તમને પાકતી મુદ્દતે 71 લાખ રૂપિયા અથવા વધારે મળી શકે છે.
  • જો તમે દર વર્ષે 60,000 રૂપિયા આ ખાતામાં જમા કરાવો છો 15 વર્ષ સુધી તો પાકતી મુદતે તમને 28 લાખ અથવા તેથી વધુ રૂપિયા મળી શકે છે.

આ યોજનામાં તમે ખાતું કેવી રીતે ખોલાવી શકાય છે?

  • ઘરની નજીકની પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana) હેઠળ ખાતું ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓની મદદથી આ પ્રકારનું ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવતા પહેલા તમે સરકારની વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી તમારે ભરવાનું રહેશે. અરજી ફોર્મ સંપૂર્ણપણે ભર્યા પછી તેની સાથે જરૂરી દસ્તાવેજ જોડવા જરૂરી છે. ઓળખપત્ર અને દીકરીનું આધારકાર્ડ અને જન્મનો દાખલો રહેણાંકના પુરાવાઓ તરીકે તમે દર્શાવી શકો છો.
  • અરજીની સાથે ખાતું ખોલાવા માટે થોડીક રકમ આપવાની હોય છે અને એ નાણાં તમારે રોકડ, ચેક કે ડ્રાફ્ટ દ્વારા તમારે આપવાના હોય છે. આ યોજનામાં તમને ઈન્ટરનેટ બેન્કિંગના માધ્યમ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવે છે. ખાનગી તથા સરકારી બેન્કોમાં અ બધી માહિતી તમને વિસ્તૃતમાં મળી જશે.

વ્યાજ અને મેચ્યોરિટી પીરિયડ


સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણને 80C હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળે છે. તેની પાકતી મુદત પર મળતું વળતર સંપૂર્ણપણે કરમુક્ત છે. જો તમે વાર્ષિક રૂ. 1.5 લાખ જમા કરો છો, તો તે મેચ્યોરિટી પર અંદાજે રૂ. 67 લાખ રૂપિયા થઇ જાય છે. આમાં કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત ફાયદો છે. યોજનાની પાકતી મુદત 21 વર્ષ છે. પરંતુ તેમાં 15 વર્ષ માટે રોકાણ કરવું પડશે. તેનો અર્થ એ કે તમારું એકાઉન્ટ રોકાણ બંધ થયાના 6 વર્ષ પછી મેચ્યોર થાય છે. જો તમે નવજાત છોકરી માટે ખાતું ખોલાવશો તો તે 21 વર્ષની ઉંમરે મેચ્યોર થઈ જશે. તેવી જ રીતે, જો તમે તમારા બાળક માટે 4 વર્ષની ઉંમરે ખાતું ખોલો છો, તો ખાતાની મેચ્યોરિટી 25 વર્ષની ઉંમરે હશે. પુત્રી 18 વર્ષની થાય પછી તે પોતે એકાઉન્ટ સંભાળી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
  • એડ્રેસ પ્રુફ
  • આઈડી પ્રુફ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ
  • રાશન કાર્ડ
  • લાઈટબિલ
  • આધાર કાર્ડ

ઓફિસિયલ નોટીફિકેશન

આ યોજના માટે શું છે નિયમો અને શરતો?

સુકન્યા સમૃદ્ધી યોજના(Sukanya Samriddhi Yojana) હેઠળ તમે ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા ન કરાવ્યા હોય તો એ ખાતું ડિફોલ્ટ ખાતું તરીકે ગણવામાં આવે છે. તમે 250 રૂપિયા ભરીને પાછું ખાતું શરૂ કરાવી શકો છો અને એ માટે તમારે 50 રૂપિયા વધારે ભરવાના હોય છે.જે છોકરીના નામે તમે ખાતું ખોલાવો છો તે 18 વર્ષની થાય પછી પોતાનું એકાઉન્ટ સંભાળી શકે છે. કોઈ ગંભીર બીમારી હોય કે કોઈ અન્ય તબીબી કારણ હોય તો મુદ્દત પહેલા તમે એ ખાતું બંધ કરાવી શકો છો.

Leave a Comment